નિતુ - પ્રકરણ 76

  • 2k
  • 1.4k

નિતુ : ૭૬ (વાસ્તવ) નિતુનું આ ઢળતું વલણ જોઈ વિદ્યાએ પૂછ્યું, "નિતુ! શું થયું? તું કેમ રડી રહી છે?" "મને એ જ નથી સમજાતું કે હું શું કરું?" "ભૂલી જા. ઇટ્સ ઓકે. જે થયું એ બધું જવા દે. હવે આગળનું પ્લાનિંગ શરૂ કરી દે." વિદ્યાના કહેવા છતાં તેના આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. તેણે કેબિનની એકબાજુ પડેલા સોફા પર નિતુને બેસાડી અને ટેબલ પર રહેલ બેલ વગાડ્યો. ચપરાસી અંદર આવે એ પહેલા તે દરવાજા સુધી પહોંચી ગઈ. ચપરાસીએ દરવાજો ખોલ્યો તો સામે જ વિદ્યા ઉભેલી. તેણે કહ્યું, "હું ના કહું ત્યાં સુધી કોઈને અંદર ના આવવા દેતો." "જી!" કહીને ચપરાસી દરવાજાની