લવ યુ યાર - ભાગ 75

  • 660
  • 1
  • 276

મિતાંશ ખૂબજ ડરેલો અને ગભરાયેલો હતો તે સાંવરીને ચોંટી પડ્યો અને પોતે હેમખેમ ઘરે પાછો આવ્યો છે તેનો જાણે મનોમન ઈશ્વરનો આભાર માનવા લાગ્યો.... બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા અને એકમેકને આ બધું પોતાની સાથે શું થઈ રહ્યું છે તે પ્રશ્ન પૂછી રહ્યા...‌બંનેના મનમાં એકસાથે ઘણાં પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા કે, એવું કોણ છે જેણે મિતાંશને કીડનેપ કર્યો હશે? મિતાંશ સાથે કે નાણાવટી પરિવાર સાથે તેને શું દુશ્મની હશે? મિતાંશને કીડનેપ કરીને તેણે કેમ ધમકી આપી હશે? શું આપણે તેને શોધી શકીશું અને સજા અપાવી શકીશું?સાંવરીની આંખોમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી તે મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે, "હે ભગવાન,