તપાસ એજન્સીઓને પણ ચકરાવે ચડાવનાર ચોરીઓ

સામાન્ય ચોર મોટાભાગે કોઇ ચોક્કસ ઘર કે ઓફિસને નિશાન બનાવીને તક મળ્યે ચોરી કરી લેતા હોય છે જેના માટે ખાસ પ્લાનિંગની જરૂરત પડતી નથી પણ કેટલાક શાર્પ માઇન્ડવાળા ચોર જેમનું લક્ષ્ય પણ મોટુ હોય છે તે જ્યારે ચોરી કરે ત્યારે તે પોતાનાં કામને અંજામ આપવા માટે ફુલપ્રુફ પ્લાનિંગ કરીને કામને સફાઇથી અંજામ આપતા હોય છે જે તપાસ એજન્સીઓને પણ ચકરાવે ચડાવી દે છે. ઘરેણા, દાગીના, રોકડ, માલમતા, અનાજ, કપડા, અમુલ્ય પેઇન્ટિંગની ચોરી થવાની વાતો સામાન્ય છે પણ જીવતી શાર્કને એકવેરિયમમાંથી ચોરવાની વાત કોઇ કલ્પના પણ ન કરી શકે પણ ૨૦૧૮નાં જુલાઇ મહિનામાં સેન એન્ટોનિયો એકવેરિયમમાંથી સોળ ઇંચની હોર્ન શાર્ક ગુમ