નિતુ - પ્રકરણ 75

નિતુ : ૭૫ (નવીન તુક્કા) નિતુએ નવીનની વાતને અવગણતા પોતાની કેબીન તરફ ડગ ભર્યા. નવીને ફરી તેને પૂછ્યું, "નીતિકા! તું એક જ મિનિટમાં બધું ભૂલી ગઈ?" તે થોભાઈ. રડમસ અવાજે નવીન આગળ બોલ્યો, " નીતિકા, તું મને પસંદ આવી ગઈ છે અને હું ખરા દિલથી તને ચાહું છું. તું એકવાર મારી સામે જો."આવી કપરી સ્થિતિમાં તેના માટે બોલવું વસમું હતું. તે નવીન તરફ ફરીને બોલી, "નવીન... પ્લીઝ! મારા માટે આપણો સંબંધ મિત્રતાથી વિશેષ કંઈ નથી. મારા વિચાર તું તારા મનમાંથી કાઢી નાખ.""નીતિકા... " તે આગળ ના બોલી શક્યો. ભાવુક થઈ નીચે જોયું અને નીતિકા પોતાની કેબીન તરફ જવા ફરી કે તેની