રેડ સુરત - 6

  • 228
  • 80

વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીંગ વનિતા વિશ્રામ મેદાનમાં દાખલ થવાના દ્વાર પાસે લગાવેલું હતું. વિવિધ આકર્ષક રંગોથી તૈયાર કરેલ હોર્ડીંગ સુરતની પ્રજાને આકર્ષવા માટે જવાબદાર બની ચૂકેલ. હૈયે હૈયું દળાય તેવી ભીડ જામેલી. ચોતરફ ચમકાટ, પ્રકાશ જ પ્રકાશ... આદિત્ય ઓલવાઇ ગયા પછી દિવાનો પ્રકાશ. ચિરાગ અને જય મેળાની મુલાકાતે આવ્યા હતા. જ્યારે સોનલ અને મેઘાવી રાજ સાથે ચર્ચા મોટા રોકાયેલા. મેળામાં પ્રવેશવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડે તેમ હતું. પ્રવેશ પાસ મેળવ્યા પછી, અંદર દાખલ થતાં જ સ્ટોલ્સની વણઝાર હતી. ભૂલકાંઓ જેને જોઇને આકર્ષાય તેવા ફૂગ્ગાં વેચનારથી લઇને પ્રત્યેક ઉમરની સ્ત્રીને આકર્ષે તેવા ઘરેણા