It's a Boy

સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ.મતલબ હું મારી માતાનાં કૂખમાંથી બહાર આવી ચુક્યો છું.રડું કે હસુ હજું તો આ મથામણ માં જ હતો ત્યાં એક સરસ મધુરો મીઠડો અવાજ સંભળાયો (અફકોર્સ લેડી ડોક્ટરનો જ....જોકે આજકાલનાં જેન્સ ડોકટરનાં અવાજ પણ થોડા મીઠડા તો લાગે જ હો). મારી મમ્મી અને લેબર રૂમમાં ઉભેલા આજના જમાનાનાં મારા પપ્પાને (આજનાં જ તે વડી...પેલાનાં પપ્પાઓ એમનાં વડીલોથી ડરતા અને શરમાતા તો લેબરરુમમાં ઉભા રહેવાનું તો શક્ય જ ક્યાંથી). આ મસ્ત મીઠડા અવાજે કહ્યું.                        ”IT’S A BOY”.પૃથ્વી પર મનુષ્ય