વિચાર અને કર્મ બે જુદી વસ્તુ છે. વિચાર મનમાંથી ઉદ્ભવે છે. વિચારો તો ફટાકડાની કોઠીની માફક ફૂટ્યા જ કરે છે. જ્યારે વિચાર ફૂટે ત્યારે તેમાં પોતે ભળે એટલે કર્મ બંધાય છે. જેમ કે, પોતાને ગમતો વિચાર આવે કે, “આ લોટરી લઈશું તો બે લાખ રૂપિયા મળશે”, તો તે ઘડીએ વિચારમાં તન્મયાકાર થઈ ગયા. જો વિચારોમાં ભળીએ નહીં અને વિચારો એમ ને એમ ખાલી થયા કરતા હોય તો કર્મ નથી બંધાતા, જે આત્મજ્ઞાન વિના શક્ય નથી. એટલે સામાન્ય રીતે વિચારો ઉપર કોઈનું નિયંત્રણ હોતું નથી. જીવ ગર્ભમાં હોય ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી વિચારો અવિરત ચાલતા જ હોય છે.ઘણા મનુષ્યો વિચારોને