સાતત્યપૂર્ણ પ્રયત્ન એ જ સફળતા સાર્થક કાર્ય સફળ થાય તે માટે ઘણાં બધા સંઘર્ષમાંથી પસાર થવાની, તેમાંથી રસ્તો કાઢીને આગળ ધપાવવાની, "સ્વ"બળે મથીને, સતત મચ્યા રહીને, નવી કેડી કંડારવાની જરૂર પડે છે. અડધે રસ્તે હથિયાર હેઠા મૂકી દેનાર "શ્રેષ્ઠત્વ"ને ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી. બધી જ પરિસ્થિતિ પ્રતિકૂળ હોય, બધા જ લોકો આપણી વિરુદ્ધમાં જ ઉભા હોય અને ત્યારે માંહ્યલો આપણને એમ કહેતો હોય કે "આ કર" ત્યારે તે કાર્ય તમને ગમે એટલું અઘરું લાગતું હોય તો તો પણ આત્મશ્રદ્ધાના બળથી "યા હોમ પડો, ફતેહ છે આગે"કવિ નર્મદના આ શબ્દો બોલીને તે