હાલ આમ તો ટેકનોલોજીનો જમાનો છે અને લોકો ચોવીસ કલાક ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે આ ઉપરાંત વૈજ્ઞાનિક સંશોધનોએ આપણું જીવન સુવિધાજનક બનાવી દીધુ છે અને ચોતરફ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની વાત થાય છે તેવામાં ભૂતપ્રેત, કે આત્માનાં અસ્તિત્વની ચર્ચા થોડી જરીપુરાણી લાગે પણ એ હકીકત છે કે વિજ્ઞાન પણ તેમના અસ્તિત્વનો ખોંખારીને ઇન્કાર કરી શકતું નથી તે તેમના માટે પણ એટલી જ રહસ્યમય બાબત છે જેટલી સામાન્ય લોકો માટે છે.આજે પણ વિશ્વમાં ઘણાં સ્થળો એવા છે જ્યાં પારલૌકિક શક્તિઓનું અસ્તિત્વ હોવાનું મનાય છે કેટલાય ઘરોને હોન્ટેડ જાહેર કરાયા છે.આ ઘરોમાં વિચિત્ર અવાજો અને પડછાયા જોવા મળે છે. લિસ્બનમાં આવેલ બ્યુ સેઉર