ફિલ્મ રિવ્યૂ 'ઇમરજન્સી'

ફિલ્મ રિવ્યૂ - ઇમરજન્સીગઈકાલે ઇમરજન્સી ફિલ્મ સિટી ગોલ્ડ, બોપલ ખાતે જોઈ. આખાં થિયેટર માં અમે 7 માણસો, બધાં જ ઇમરજન્સી વખતે કોઈક ને કોઈક અનુભવ કરેલાં હોય એવડાં સિનિયર સિટીઝન.સ્ટોરી લાઇન ખૂબ સરસ છે. મને તો કંગના નો ઈન્દિરાજી તરીકેનો મેક અપ અને સ્ટાઇલ ગમ્યાં. જગજીવન રામ અને શેખ મુજીબ આબાદ હતા તેવા જ દેખાવ, બોલચાલ અને એક્શન માં લાગ્યા પણ અટલજી? સાવ કોઈ ભૈયાજી જેવું, હમલોગ  જેવી સિરિયલ માં આવતાં એવું પાત્ર લાગે છે. એટલિસ્ટ અટલજી શરીરમાં ભારે અને થોડી ઓછી હાઇટ ના હતા એટલો તો ખ્યાલ રાખવો હતો?સામ માણેકશા એમની બાયોપીક ફિલ્મમાં લગભગ અસલી લાગતાં હતા પણ અહીં