અમે બેંક વાળા - 41. સમય તું પીછે પીછે ચલ..

સમય તું પીછે પીછે ચલ..એ વખતની વાત છે જ્યારે બેંક એક બાજુ  બ્રાંચો કોમ્પ્યુટરાઈઝ થઈ રહી હતી અને બીજી બાજુ ઘણા કર્મચારીઓ જેને કાળો સમય વગેરે કહેતા હતા એ વખત ચાલતો હતો. સવારે 8 થી રાત્રે 8 ની બ્રાન્ચ, કોઈને ખુલાસો પૂછ્યા વગર સસ્પેન્ડ, ગમે ત્યારે ગમે ત્યાં સાવ નાની વાતમાં ટ્રાન્સફર વગેરે ચાલતું હતું.બ્રાન્ચો જૂનાં ALPM મોડ્યુલ પર થી ટાટા નાં ISBS માં ગઈ  જેમાં બે કોમ્પ્યુટર લેન થી કનેક્ટ થતાં અને પછી બધી બ્રાન્ચો નો ડેટા એક સેન્ટ્રલ સર્વર માં રહે  તેમ CBS, કોર બેન્કિંગ આવ્યું.કોઈ બ્રાન્ચને એ રીતે CBS માં લઇ જવા એના બધા જ એકાઉન્ટ્સ, બધાં