સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુરપતિના અંતમાં ચતુર્થી વિભક્તિ હોય અને મહાબલાયના અંતમાં સ્વાહા લાગતાં અઢાર અક્ષરનો મંત્ર થાય છે; તે આ પ્રમાણે છે- ‘ૐ નમો વિષ્ણવે સુરપતયે મહાબલાય સ્વાહા.’ આ મંત્રના ઈંદુઋષિ છે, વિરાટ છંદ છે, દધિવામન દેવતા છે, ૐ બીજ છે અને સ્વાહા શક્તિ છે, શુભ કામમાં આનો વિનિયોગ થાય છે. આ મંત્રનું અનુષ્ઠાન કરવા માટે પ્રથમ ષડંગન્યાસ કરવા. તેની વિધિ આ પ્રમાણે છે- ૐ હ્રીં શિરસે સ્વાહા, ૐ હ્રૂં શિખાયૈ વષટ્, ૐ ह्रैं કવચાય હુમ્, ૐ ह्रौं નેત્રત્રયાય વૌષટ્, ૐ હ્ર: અસ્ત્રાય ફટ્. ષડંગન્યાસ કર્યા પછી મંત્રના વર્ણોનો અંગોમાં નીચે