'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થયો હતો, અને તે આકાશને મારી નાખવાની ધમકી આપી હતી. સાચું કે ખોટું?''સર, અમારી વચ્ચે ફકત ઝઘડો થયો હતો. મારા મોઢામાંથી કેટલાક શબ્દો નીકળી પડ્યા હતા. આનો મતલબ આમ તો ના થયો ને કે મેં જ આકાશનું ખૂન કરી નાખ્યું છે.' દિલીપે કહ્યું. આંખોમાં આંસુ લાવી દિલીપ આગળ બોલ્યો.'સર, હું સાચું કહું છું, મેં આકાશનું ખૂન નથી કર્યું, હું કેમ આકાશને મારીશ. સર મારો વિશ્વાસ કરો મેં આકાશનું ખૂન નથી કર્યું. 'અચ્છા, તે ખુન નથી કર્યું? તને ખબર છે તારી કેંચી વડે આકાશનું ખુન થયું છે, ઘટના સ્થળેથી તારી કેંચી