'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્કી કરી રાખ્યું છે કે હું તીસ બત્રીસ ની ઉંમરમાં જ લગ્ન કરીશ. ત્યાં સુધી હું ને મારું કરિયર... હાલ તો મને આ લગ્નમાં બિલકુલ પણ રસ નથી.' કહી રેખા દરવાજો પછાડી પોતાના રૂમમાં જતી રહી. રેખાની ઉમર બાવીશ વર્ષની હતી. તે એસબીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાં કામ કરતી હતી. તેના માતાપિતા ચાહતા હતા કે તે હવે નોકરી છોડીને કોઈ સારા મુરતિયા સાથે લગ્ન કરી લે. પરંતુ રેખા આવું નહતી ઈચ્છતી. તે પોતાના જીવનની દરેક સંભાવનાઓને માણી લેવા માંગતી હતી. એવું નહતું કે રેખા લગ્ન જ