એ શ્રાપ જેણે અનેકનાં જીવન રોળી નાંખ્યા

વૈદિક સાહિત્યથી માંડીને આધુનિક સાહિત્યમાં અને આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં શ્રાપ અને વરદાનની કથાઓને સ્થાન મળેલું છે.મહાભારતમાં કર્ણને મળેલો શ્રાપ કે રામાયણમાં રામનાં હાથે પત્થર બની ગયેલી શ્રાપિત સાધ્વીનાં રૂપાંતરની વાતો આપણાં માટે રોમાંચનો અનુભવ કરનાર બાબતો બની રહી છે.આજે પણ આપણે કોહિનુર હીરા અંગે એ જ પ્રકારની માન્યતા ધરાવતા છીએ જે  ભારતમાંથી બ્રિટન પહોંચ્યો હતો.જો કે માત્ર ભારત જ નહી પણ વિશ્વનાં અન્ય દેશોમાં પણ આ પ્રકારની માન્યતાઓને માનવામાં આવે છે તેમનાં પ્રાચીન સાહિત્યમાં પણ એવી શ્રાપિત વસ્તુઓ કે માનવીઓનો ઉલ્લેખ જોવામળે છે જેમાં સ્વીડનમાં બ્લીકિંગમાં કેટલાક પત્થરો પર આ પ્રકારનાં શ્રાપની વાતોનો ઉલ્લેખ કોતરાયેલો જોવા મળે છે કહેવાય