પારલૌકિક શક્તિઓ ધરાવતા પ્રાચીન ગ્રંથ

પારલૌકિક શક્તિઓ અંગેની ચર્ચા પ્રાચીન સમયથી ચાલી આવે છે આપણાં પુર્વજો માનતા હતા કે કે વાણીમાં એ શક્તિઓ રહેલી છે પણ તેનો ઉપયોગ યોગ્ય રીતે કરતા આવડવું જોઇએ.આથી જ કેટલાક ગ્રંથો, મંત્રોને પવિત્ર માનવામાં આવે છે કારણકે એવું માનવામાં આવે છે કે તે પારલૌકિક શક્તિઓ ધરાવે છે.આ માન્યતા માત્ર ભારતમાં જ છે તેવું નથી પ્રાચીન કહેવાતી તમામ સંસ્કૃતિઓમાં આ વિચાર ચાલ્યો આવે છે.પ્રાચીન સંસ્કૃતિઓમાં ગ્રીકની સંસ્કૃતિનો સમાવેશ થાય છે અને ઇસ્વીસન પુર્વે બીજી સદીમાં જેનું અસ્તિત્વ હતું તે ગ્રીક મેજિકલ પાપયરી એવી જ શક્તિ ધરાવતું હોવાની માન્યતા છે.આ હસ્તપ્રતમાં લખાયેલા મંત્રો વડે એ મસ્તક હીન રાક્ષસને જાગૃત કરી શકાય છે