આધુનિક ઇતિહાસમાં ગુમ થયેલી વ્યક્તિઓમાં જો સૌથી વધારે કોઇ ચર્ચાસ્પદ હોય તો તે છે એમેલિયા એરહાર્ટ.તેઓ બીજી જુલાઇ ૧૯૩૭માં ગુમ થઇ ગયા હતા.ત્યારે તેઓ એકલપંડે વિમાનમાં એટલાંટિક સમુદ્રને પાર કરનાર પ્રથમ મહિલા એરપાયલટ તરીકે પ્રખ્યાત હતા.તે અને નેવિગેટર ફ્રેૅડ નુનન વિશ્વની પરિક્રમા કરવા નિકળ્યા હતા અને ત્યારબાદ તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.જો કે પેસિફિક મહાસાગર પર તેમનું વિમાન હતુ ત્યારે તેમનો સંપર્ક કપાઇ ગયો હતો.તેમને શોધવા માટે બે સપ્તાહમાં બે અભિયાન આદરવામાં આવ્યા હતા પણ તેમનો કોઇ પત્તો લાગ્યો ન હતો.ત્યારબાદ બે વર્ષની તપાસને અંતે તેમને મૃત જાહેર કરાયા હતા.જો કે તેમનાં ગુમ થયા અંગે અનેક કોન્સપિયરન્સી થિયરીઓ રજુ કરાઇ