કાલની રાત અમે હોટેલમાં રોકાયા હતા. હા! અમે બધાના રૂમ અલગ અલગ છે. આજે આખો દિવસ અમે આગ્રામાં જ રહીશું. તાજમહલ અને બીજા નજીકના સ્થળોએ ફરીશું. 'સારું હવે ફોન રાખું છું.' કહી કૃપેશ ફોન કટ કરવા ગયો. 'અરે રૂક કટ ના કરતો, પેલી શરત યાદ છે ને?' સામેથી અવાજ સંભળાઈ. 'હા ભાઈ યાદ છે મને. થોડો ટાઈમ તો લાગે ને યાર. સારું, તને પછી ફોન કરીશ હવે.' કહી કૃપેશે ફોન કટ કર્યો. ** **