સ્પા ગર્લ

અલ્પા મધ્યમ વર્ગની દસમું ભણેલી છોકરી હતી. તે ઘરની સૌથી મોટી દીકરી હતી. પિતાના મૃત્યુ પછી ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ચૂક્યું હતું. મમ્મી પાડોશીઓને ત્યાં કચરા પોતા કરવા જતી. પણ બે ટંક ભોજન માટે આ નાણાં પૂરતા ન હતા.હવે અલ્પા પાસે પોતે કામ શોધવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નહતો. પણ દસમું ભણેલી છોકરીને ક્યાં કોઈ સારી નોકરી મળે છે?કોલ સેન્ટરમાં ઇન્ટરવ્યૂ હતો. અલ્પા તે ઇન્ટરવ્યૂ આપવા ગઈ.'દેખો આમ તો અમે તમને જોબ આપી દેતા પણ તમે ફકત દસમા સુધી જ ભણેલા છો.''મારે જોબની સખત જરૂરત છે.''દેખો હું આમાં તમારી મદદ નહિ કરી શકું. પણ...' પોતાની જગ્યા પરથી ઊભો