નિતુ - પ્રકરણ 74

નિતુ : ૭૪(નવીન તુક્કા)નિતુએ પોતાની કેબિનમાં આવી કરુણા સાથે વાત કરતા પૂછ્યું, "શું વાત છે કરુણા? કંઈ કહેવું છે તારે?""હા, ઘણા સમયથી... પણ તું મોકો જ નથી આપતી.""લે! હવે તારે મને કહેવા માટે કંઈ મોકાની થોડી જરૂર છે?!""એટલે જ આજે મારે તારો રસ્તો રોકવો પડ્યો."મોં મલકાવી તે બોલી, "ઠીક છે ભૈ, બોલ.""નીતિકા મને એ જ નથી સમજાતું કે આ બધું શું ચાલી રહ્યું છે. હું નવીન અંગે ઘણાં સમયથી તારી સાથે વાત કરવા માંગુ છું. હોપ કે તે કંઈક સમજી વિચારીને જ નિર્ણય લીધો હશે.""એક મિનિટ કરુણા. આ તું શું બોલે છે? અને નવીન મારો એક સારોએવો મિત્ર છે બસ.