સંગ્રહાલય એ સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક વારસાનો સંગ્રહ કરનાર સ્થળ છે જ્યાં પહોંચીને વ્યક્તિને તેનો ભૂતકાળનો વારસો જોવા મળતો હોય છે.આ એવો સમય છે જેને ફરીથી પ્રાપ્ત કરી શકાય તેમ નથી માત્ર તેના વિશે જાણકારી જ પ્રાપ્ત કરી શકાય છે.જો કે આ પ્રકારનાં સંગ્રહાલયોમાં બહુ કિંમતી વસ્તુઓ જળવાયેલી હોવાને કારણે દુનિયાભરનાં ચોરોની નજર તેના પર જ મંડાયેલી હોય છે અને ક્યારેક તેઓ આ વારસા પર હાથ સાફ કરવામાં સફળ રહેતા હોય છે.કેટલીક મુલ્યવાન વસ્તુઓ પાછી મેળવી શકાય છે પણ કેટલીક એવી વસ્તુઓ છે જે હજી આજે પણ પરત મેળવી શકાઇ નથી.આમ તો પોલીસ અધિકારીઓની હાજરીમાં મુલ્યવાન વસ્તુઓ સલામત હોવાની લાગણી પેદા