એક ગુનો એક ગુનેગાર

          અમદાવાદ શહેરના સૌથી પ્રખ્યાત પોલીસ ઓફિસર મિલન શર્મા નો આજે ચોત્રીસ મો જન્મદિવસ હતો. ચોત્રીસ વર્ષની નાની ઉંમરમાં જ તેમણે કાયદા ક્ષેત્રે સારી એવી નામના મેળવી લીધી હતી. આખા અમદાવાદ શહેરમાં તેમનું નામ વખણાતું હતું, તેમના કામની પ્રશંસા થતી હતી.          મિલન શર્મા કાયદા ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી ન્યાયનું રક્ષણ કરતી તમામ હસ્તીઓ તેમના જન્મદિનમાં ઉપસ્થિત રહેવાની હતી.          ખંડ ખચોખચ મહેમાનોથી ભરેલો હતો. ખંડની એક તરફ દેશ-દુનિયાની તમામ જાતની શરાબનો સ્ટોલ હતી, જેની મીઠી સુગંધ ને કડવું પીણું મહેમાનોની તરસ છીપાવતી હતી. જ્યારે બીજી તરફ કેટલાક મહેમાનો સંગીતની