તારી પીડાનો હું અનુભવી - ભાગ 25

  • 510
  • 124

સાંજ પડી ગઈ હતી. મને થોડી પોઝિટિવ ફીલિંગ આવતી હતી. પપ્પા ઘરે આવ્યા પણ મમ્મીએ એમને દાદા વિશે કોઈ વાત કરી નહીં. પણ દાદી અને રોનકને કરી.મારા ચિત્તમાં દાદાની રમણતા ચાલુ જ હતી. એમનો એ દિવ્ય ચહેરો અને એમની આંખોમાંથી નીતરતી શીતળતા, એ અલૌકિકતા મને સ્પર્શી રહી હતી.એ રાતે આમ તેમ પાસા ફેરવતા હું સૂવાનો પ્રયત્ન કરી રહી હતી. ક્યારે આંખ મીંચાઈ ગઈ, ખ્યાલ ન રહ્યો...‘સંયુક્તા, શું વિચારે છે?’‘દાદા, મારી સાથે જ કેમ આવું થાય છે? મેં શું ગુનો કર્યો છે?’‘આખું જગત પાપ-પુણ્યના કર્મોના હિસાબ ચૂકવી રહ્યું છે.’‘પણ મેં તો એવું કોઈ પાપ નથી કર્યું.’‘આ જનમમાં નહીં તો ગયા જનમમાં