૧૫ વર્ષ પછી... “વાહ પપ્પા, તમે તો બોવ જ મસ્ત લાખો છો હો!” નવા ઘરમાં સામાન ગોઠવતા ગોઠવતા આદ્રિતી એના પપ્પાની ડાયરી વાંચી રહી હતી. “તમારે તો લેખક કે કવિ બનવા જેવું હતું. અને સાચે તમે તો મમ્મીને ખુબ ખુબ પ્રેમ કરો છો.” આદ્રીતીનું ધ્યાન હજુ ડાયરી વાંચવામાં જ હતું. પણ એ બીજા બોક્સ ખાલી કરી રહેલા એના પપ્પા એટલે આરવને કહી રહી હતી. “અને તને પણ..” આરવે આદ્રીતીના ગાલ ખેચી કહ્યું અને પછી કાન ખેચતા થોડું ગુસ્સામાં બોલ્યા “કોઈની પર્સનલ ડાયરી આમ પૂછ્યા વગર ના વંચાય.” પોતાની ભૂલ સમજાતા આદ્રિતી ડાયરી બંધ કરી અને હાથ જોડી એના પપ્પાને કરગરવા