અદિતિનો કેસ સોલ્વ થયો એને આજે પાચ વર્ષ ઉપર થઇ ગયુ. “’આદ્રિતી બાયોફાર્મા’ કંપની ટૂંક સમયમાં જ ઘણુ બધું મોટું નામ કમાવી ચુકી છે. દેશ-વિદેશમાં પણ આપણી કંપનીની પ્રોડક્ટ્સ સારી એવી વેચાઈ રહી છે. અહિયાં આજે આપડે એક નવો પ્લાન્ટ શરુ કરવા જઈ રહ્યા છીએ જેની ખાસ વાત એ છે કે આ આખો પ્લાન્ટ મહિલા સંચાલિત હશે. જેમાં કંપનીના ઉચ્ચ હોદ્દાથી લઈને બધી જ પોઝીશન પર ફક્ત મહિલા હશે. આ માટેનો બધો જ શ્રેય આપણી કંપનીના ડાયરેક્ટર અને સ્થાપક શ્રી આરવ પટેલને જાય છે.” સ્ટેજ પર એક છોકરી અનાઉન્સ કરી રહી હતી. “હું મી. આરવ પટેલને વિનંતી કરીશ કે આપણા