સોલમેટસ - 26

  • 290
  • 146

આરવ એના સ્ટડીડેસ્ક પર બેઠો બેઠો ડાયરીમાં લખી રહ્યો હતો. હવે જાણે આ જ એની અદિતિ હોય એમ બધું એ આમાં જ શેર કરતો. પ્રોજેક્ટનું કામ હવે શરુ થઇ ગયું હતું એટલે એ આખો દિવસ વ્યસ્ત રહેતો અને બને એટલું પોતાની જાતને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરતો. થોડા સમય પહેલાજ પોલીસસ્ટેશનથી ફોન આવ્યો હતો અને એને બોલાવ્યો હતો. આ સમયે પોલીસ સ્ટેશન? નક્કી કાઈક તો છે એમ વિચારીને એ ઉભો થઇ અને તૈયાર થઈને નીકળ્યો. પોલીસસ્ટેશન પહોચતા જ બહાર બાંકડે એણે રુશીને બેસેલી જોઈ. એને એ દિવસ યાદ આવી ગયો જયારે રુશીના આ કેસમાં સંડોવણીની વાત કરવામાં આવી હતી. ત્યારે રુશી