૪ દિવસ પછી... મીરાંબેનની તબિયત પહેલાથી વધુ સ્થિર હતી. કદાચ ૧-૨ દિવસમાં એમને રજા પણ આપી શકે એવા ચાન્સીસ હતા. રુશીએ એમને મળવાનું બને તેટલું ટાળ્યું હતું. એટલેજ એમને સ્પેશીયલ રૂમ કરતા જનરલવોર્ડમાં શીફ્ટ કર્યા હતા જેથી બધા વચ્ચે રુશી સાથે ઓછી વાતચીત થાય અને બધા હોવાથી એ વિચારોમાં પણ ઓછા રહે. રુશી પણ મીરાબેનના સારા થવાથી ખુશ પણ હતી અને ચિંતામાં પણ. કેમકે એને ખબર હતીકે મીરાઆંટી સવાલો પૂછશે. એટલે બને એટલું એ બહાર વેઈટીગ એરિયામાં જ બેસતી અને કાઈક કામ હોય તો જ જનરલવોર્ડમાં જવાનું રાખતી. આ બાજુ આરવ પણ મનનના જવાથી પોતાનું મન બુક્સમાં ડાયવર્ટ કરી રહ્યો