આગળ તમે જોયું કે રુશી એના રૂમે જાય છે આરામ કરવા. મનન અને આરવ બંને હોસ્પિટલ રોકાય છે. એ બન્ને ને હજુ ખબર નથી હોતી કે એ બહેન ખરેખર કોણ છે અને રુશી સાથે એમનું શું રીલેશન છે. રુશીના ગયા પછી આરવ રુશીએ આપેલી ફાઈલ જોતો હતો. ફાઈલમાં આગળ નામ લખ્યું હતું એ આરવ મોટેથી વાંચ્યું, “મીરાબેન ગોર”. ‘કોણ હશે આ બહેન? એના વિષે તો મેં ક્યારેય નથી સાંભળ્યું...રુશી તો પટેલ છે તો આ કોણ હશે’ એવું એ મનમાં વિચારતો હતો. ત્યાંજ એક નર્સ આવી અને રુશી વિષે આરવને પૂછવા લાગ્યા. મનને નર્સને કહ્યું, “મેડમ, એ આરામ કરવા ઘરે ગયા