સોલમેટસ - 23

  • 460
  • 242

આગળના ભાગમાં તમે જોયું કે આરવ અને મનન બંને પોલીસસ્ટેશન ડાયરી સબમિટ કરવા જાય છે અને એ રીંગ પણ એસપી ઝાલાને સોંપે છે. આરવ અને મનનને એસપી ઝાલા દ્વારા જાણવા મળે છે કે ધવલ કદાચ આ કેસમાં નીર્દોસ હશે હવે જોઈએ આગળ. પોલીસસ્ટેશનની બહાર નીકળતાજ આરવ અને મનન સિવિલ હોસ્પિટલ જવા રવાના થાય છે. રસ્તામાં ભૂખ લાગતાજ બંને કટકબટક કાઈક નાસ્તો કરી લે છે. હોસ્પિટલમાં આજે એ દિવસ જેવી જ ભીડ હતી. મનન મનમાં વિચારી રહ્યો હતો કે ‘કુદરત પણ કેવી છે, અહિયાં કેટલાય સ્નેહીજનો એમના સગા વ્હાલા જે હોસ્પીટલમાં દાખલ થયા હશે એમના માટે આમથી તેમ દોડે છે પણ