સોલમેટસ - 22

  • 1.6k
  • 1k

એસપી ઝાલા રોજ કરતા આજે થોડા ઉદાસ હોય એવું આરવને લાગ્યું. આમ તો એસપી ઝાલા ક્યારેય એમના ભાવો ચહેરા પર દેખાવા નહોતા દેતા પણ આજે એ કદાચ ધવલના વિષે વિચારીને, એમણે આ કેસમાં કોઈ નીર્દોસને સજા મળી રહી હોય એવું લાગતું હતું. ધવલને એમણે બધી રીતે પૂછી જોવાનો પ્રયત્ન કર્યો પણ એ એક જ રટણ કરતો રહ્યો, “હું જ દોષી છું, તમે આ કેસને બંધ કરી દો અને મને જે સજા આપવી હોય એ આપી દો.” એ બોલતો હતો ત્યારે એની આંખો કાઈક અલગ જ કહી રહી હતી. છેવટે કંટાળીને એસપી ઝાલાએ ધવલને એના હાલમાં મૂકી દીધો. આ કેસ જેના