બીજા દિવસે સવારે મનન અને આરવ બન્ને અગાશીમાં બેઠા બેઠા રેડિયો સાંભળી રહ્યા હતા. થોડા સમયથી ગીતોના શોખીન આરવે એકપણ વાર ફોન ખોલીને ગીતો તો શું એકપણ એપ્લીકેશન પણ ખોલી નહોતી. કામ સિવાય એ એના ફોનને અડતો જ નહોતો. એ જયારે પણ ફોન જોતો તો થતું કે હમણાં અદીનો મેસેજ આવશે અને એને મળવા બોલાવશે. આટલા દિવસના મેસેજના ઇન્ત્ઝાર કર્યા પછી છેવટે એણે ફોન તરફ જોવાનું જ માંડી વળ્યું હતું. મનન આજે પરાણે આરવને અગાશી પર લઇ આવ્યો હતો. પહેલા જયારે પણ બંને મળતા ત્યારે આ રીતે અગાશી પર જઈને રેડિયો સાંભળતા રહેતા. રેડિયો પર પણ આજે જાણે આર.જે. દુખી