એસપી ઝાલા એમની કેબીનમાં બેઠા બેઠા કોન્સ્ટેબલ અર્જુન સાથે અદિતિના કેસની ફાઈલ બનાવી રહ્યા હતા. ધવલે આ કેસમાં પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો એટલે એ જેલમાં હતો જયારે રુશીની આ કેસમાં ખાસ કોઈ અગત્યની ભૂમિકા ના લગતી હોઈ તેને જામીન મળી જતા એ તેના ઘરે હતી. કોન્સ્ટેબલ અર્જુનના ચહેરા પર ખુશી હતી કે આટલો અગત્યનો કેસ એમણે સોલ્વ કર્યો હતો. એટલે આટલા દિવસની આકરી મહેનત બાદ એ ભવિષ્યની રજાઓનું મનમાં ને મનમાં પ્લાનિંગ કરી રહ્યા હતા. ‘સર, કુલ્લુ મનાલી કેવું રહેશે? હું વિચારું છું કે મિત્રો સાથે ૫-૬ દિવસની રજા લઈને ફરતો આવું.’ થોડું બીકમાં એમણે એસપી ઝાલાની પરમીશન