સોલમેટસ - 19

મનન અને આરવ સાંજે ઘ-૪ના ગાર્ડનમાં બેઠા હતા. મનન ઘણા ટાઈમ પછી આવી રીતે સુર્યાસ્ત નિહાળતો હતો અને એમાય ઘ-૪ ના ગાર્ડનની વાઈબજ કાઈક અલગ હતી એવું એ મહેસુસ કરી રહ્યો હતો. આજે આમેય મનન કંટાળી ગયો હતો. એકતો રાત્રે અદિતિની ડાયરીના લીધે મોડે સુધી જાગ્યો હતો. એમાય સાઈડલેમ્પ ના આછાં પ્રકાશમાં વાંચવાના લીધે એની આંખો પણ ભારે થઇ ગઈ હતી. ઉપરથી હોસ્પિટલનો દેકારો અને રુશીની આવી હાલત. બપોરે મોડું થતા બાર જ એ બંને એ હળવો નાસ્તો કર્યો હતો એટલે ગાર્ડનમાં આવતા પહેલા એ બંને ચા પીને જ આવ્યા હતા. થોડીવાર આમતેમ નજર કરી અને એનું ધ્યાન આરવ પર