આગળના ભાગમાં તમે જોયું કે આરવ રુશીને મળવા ગયો હતો અને મનન અદિતિની ડાયરી વાંચી રહ્યો હતો ત્યાંજ આરવનો ફોન આવે છે અને મનનને ફટાફટ નીચે આવવા કહે છે. મનન નીચે આવ્યો એટલામાં જ આરવ પણ એના ઘર પાસે આવી ગયો હતો. દુરથી આવતો જોઇને મનનને લાગ્યુ કે કાઈક બન્યું જરૂર છે એટલે આટલો ટેન્શનમાં દેખાય છે. જેવો આરવ આવ્યો એવો એણે મનનને બેસવા કહ્યું. મનન પણ પરિસ્થિતિ સમજીને કાઈપણ પૂછ્યા વગર એની પાછળ બેસી ગયો. આજે આરવ બાઈક થોડું ઝડપી ચલાવી રહ્યો હતો. મનનને લાગ્યું કે આ બરાબર ટાઈમ નથી પૂછવા માટે. નક્કી એ કાઈક બતાવવાજ મને લઇ જાય