આરવ અને મનન બંને આરવના બેડરૂમમાં આવ્યા. મનનનું ધ્યાન આરવની બેડસાઈડ ટેબલ પર રાખેલી પિંક કલરની ડાયરી પર ગયું. ડાયરી જોતા મનને થોડું આરવણી ખેચતા બોલ્યો “આરવિયા મને તો એમ કે ખાલી તું કોઈ છોકરીના પ્રેમમાં જ પડ્યો છે...” આંખથી ડાયરી સામું ઈશારો કરતા એ આરવને જોઇને બોલ્યો, ”પણ અહિયાં તો હવે મને એવું લાગે છે કે તું છોકરી જેવો થઇ ગયો..” આરવ થોડું મલકાયો. આરવને મલકાતા જોઇને મનનને હાશ થઇ. “ના યાર, આ અદિતિની ડાયરી છે” આરવ થોડું દુ:ખી થઈને બોલ્યો. “ઓહ! સોરી આરવ, હું તો જસ્ટ મસ્તી કરતો હતો” મનનને પણ એવું થયું કે ખોટું પૂછી લીધું. છતાં