સોલમેટસ - 15

આગળ તમે જોયું એમ મનન આરવને રુશી સાથે એકવાર વાત કરી લેવા સમજાવે છે. હવે શું થાય છે તે હવે આગળ જોઈએ. મનન અને આરવ જમીને વોક કરવા માટે નીકળા. શિયાળાની ઋતુ હવે ધીમે ધીમે તેના અંત તરફ જઈ રહી હતી. રાતના ૮ વાગ્યા હોવા છતાં પણ કહી શકાય એવું અજવાળું રસ્તા પર હતું અને રસ્તાની કિનારી પર મુકેલા લાઈટના થાંભલાના પ્રકાશથી સુમસામ રસ્તા પર ખાસ્સુ અજવાળું હતું. થોડું આગળ ચાલ્યા ત્યાં એક સોડાવાળો ઉભો હતો. સાઇકલ પર પાછળની સીટ પર મોટું બોક્સ રાખી અને એમાં અલગ અલગ કલરની બોટલ્સ ગોઠવેલી હતી. એ બોક્સ પર મોટા અક્ષરે નીચે લખ્યું હતું