આગળ તમે જોયું કે આરવ પણ અદિતિની જેમ તેના મનના વિચારો અદિતિની ડાયરીમાં શબ્દ સ્વરૂપે લખે છે. અને પછી સુઈ જાય છે. ઊંઘમાં એને કાઈક સપનું આવે છે અને એ જાગી જાય છે. હવે જોઈએ આગળ. આજે ઘણા ટાઈમ પછી આરવ ઘ-૪ના ગાર્ડન આવીને બેઠો હતો. ઘણા ક્યાં, છેલ્લે જયારે એણે અદિતિને પ્રોપોઝ કર્યું પછી પહેલી વખત તે આવ્યો હતો. જ્યાં એની નજર જતી ત્યાં બસ અદિતિ જ એને દેખાતી હતી અને કેમ ના દેખાય! જેટલી પણ ક્ષણો એ જીવ્યો હતો અદિતિ સાથે એમાં ઘ-૪ ના ગાર્ડનની ઘણી બધી યાદો પણ એમાં જોડાયેલી હતી. કાલ રાત્રે જોયેલા સપનાને તે હજુ