આગળ તમે જોયું કે આરવ પોલીસ સ્ટેશનની બહાર નીકળી જાય છે. એસપી ઝાલા સાથેની વાતચીતમાં જાણવા મળે છે કે અદિતિના દોષી બીજું કોઈ નહિ પણ એના જ મિત્રો રુશી અને ધવલ છે. ત્યારથી એ વધુ ઉદાસ થઇ જાય છે. ‘આરવ એ આરવ કોણ જાણે ક્યાં જતો રહ્યો આ છોકરો. છેલ્લા ૪ દિવસથી આ છોકરાને કાઈ ભાન જ નથી એકેય વાતનું. નથી ટાઈમે જમતો કે નથી સરખું સુતો.’ આરવના વ્યવહારથી કંટાળેલા આરવના મમ્મી હવે તેને તેની પેલાની સ્થિતિમાં પાછો લાવવા મહેનત કરીને થાકી ગયેલા. આરવ માટે પણ એક પછી એક આઘાત મળતા એ સહન નહોતો કરી શકતો. પેલા અદિતિનું આમ એને