સોલમેટસ - 11

  • 358
  • 143

આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે કેબીનમાંથી બહાર આવે છે ત્યારે થોડો હતાશ અને ગુસ્સો એના ફેસ પર જણાય છે અને રુશી આ જુએ છે છતાં કશું પૂછતી નથી અને પોતે કેબીનમાં જાય છે ત્યાં એસપી ઝાલા થોડી વાતચીત પછી એને લોકઅપમાં બેસેલા માણસ સામે તેનું ધ્યાન જાય છે.. લોકઅપમાં રહેલા માણસને જોતા રુશી ફાટી આંખે બસ લોકઅપ સામું જોઈ રહી કેમકે લોકઅપમાં બીજું કોઈ નહિ પણ ધવલ હતો. રુશીનો ધવલ. આરવ ગાડી હંકારી અને ફટાફટ પોલીસસ્ટેશનની બહાર નીકળી ગયો. ગુસ્સો, દુખ, પીડા, છેતરાયાની એવી બધી જ લાગણીઓ હવે તેના મન પર કબજો કરી રહી