સોલમેટસ - 10

આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અને તે પોલીસ સ્ટેશન જવા માટે નીકળે છે. રસ્તામાં એને રુશીનો પણ ફોન આવે છે અને રુશીને પણ પોલીસ સ્ટેશનમાંથી આવવા માટે ફોન આવેલો હોય છે એટલે આરવ પહેલા રુશીને લેવા માટે એના ઘરે જાય છે. રુશી આરવની ગાડીમાં બેસે છે અને બંને પોલીસ સ્ટેશન જવા માટે નીકળે છે. અડધા રસ્તા સુધી બંને ચુપચાપ રહ્યા પછી રુશી આરવને, ‘આરવ, શું લાગે છે તને? આપડને બંનેને કેમ પોલીસ સ્ટેશન બોલાવ્યા? અદિતિને બ્લેકમેલ કરનારો મળ્યો હશે?’ ‘હા યાર, જો મળ્યો હોય તો સારું જ ને. મારી અદીને જેણે હેરાન કર્યો એ