વિશ્વમાં ઘણી રહસ્યમય ઘટનાઓ રહસ્યનાં પરદામાં જ દબાયેલી રહે છે જેનો ઉકેલ ક્યારેય મળતો નથી અહી પણ કેટલીક એેવી ઘટનાઓ અંગે વાત કરાઇ છે.જ્યારે વ્યક્તિ કોઇ ઘટના કે બાબતનાં મુળમાં પહોંચીને તેના વિશે કોઇ તારણ પર પહોંચે ત્યારે તેને સંતોષ થતો હોય છે પણ કેટલીક ઘટનાઓ એવી હોય છે જેના કોઇ તારણ પર પહોંચવું મુશ્કેલ બની રહે છે. સ્વીત્ઝર્લેન્ડ એ રજાઓ ગાળવા માટે ઉત્તમ પર્યટન સ્થળ છે જ્યાંનું વાતાવરણ ખુશનુમા છે જ્યાંના કિલ્લાઓ સ્વપ્ન સમાન છે જ્યાંની ચોકલેટ અત્યંત મજેદાર છે સાથોસાથ આ દેશની કેટલીક રહસ્યમય બાબતોને કારણે પણ તે ઉત્તમ સ્થળ મનાય છે.અહીંના બર્ન શહેરનો એક ફુવારો જોવાલાયક શિલ્પકૃતિ