સમયનું ચક્ર

                  જેવી કરણી કરે છે, તેવી ભરણી ભરે છે. બદલો ભલા બુરાનો, અહીંનો અહીં મળે છે. અમન મુંબઈની લીલાવંતી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની જાળ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. તેના પિતા આશુતોષભાઈનું નામ તે જમાનામાં સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની હરોળમાં આવતું હતું. "જોશી નિવાસ " માં  રહેતા દરેક સભ્યને પોતાના નામ અને શાખ પર ખુબ જ ગર્વ હતો..   શું કામ ને ન હોય શહેરનો કોઈ વ્યક્તિ તે સમયે એવો ન હતો કે જે તેમને ઓળખતો ન હોય,  આ ઘટના આજથી 30 - 40 વર્ષ પહેલાની છે. આશુતોષભાઈ વાણીયાની એક પેઢીમાં મેનેજર હતા. તેઓ