આઈ લવ યુ પ્રિન્સી!લગ્ન પહેલા ફકત ફેન્સી કપડાઓ પહેનતી પ્રિન્સીને હવે હંમેશા સાડીમાં રહેવું પડતું હતું. સાસરિયા જૂના વિચારો ધરાવતા હતા. હંમેશા સાડીમાં જ રહી પ્રિન્સી કંટાળી હતી. તે જ્યારે પણ કોઈ ફેન્સી કપડાઓ પહેરેલી સ્ત્રીને દેખતી તેનું મેં પણ કુદકાઓ મારવા લાગતું હતું. તે પોતાના જીવનમાં બદલાવ માંગતી હતી. ઘણીવાર પ્રિન્સીનો તેની સાસુ સાથે કપડાઓની બાબતમાં ઝગડા પણ થતાં હતા. પરંતુ આ સમસ્યાનું હજુય સુધી કોઈ નિદાન આવી શક્યું નહતું. પ્રિન્સી જ્યારે પોતાના પતિ અંશુમનને આ વિશે કહેતી ત્યારે તેનો પતિ હંમેશા પ્રિન્સીને એડજસ્ટ કરવાનું જ કહેતો હતો, અને આને લીધે તેમના પારિવારિક સંબંધો પણ બગડવા લાગ્યા હતા. રોજ રોજની