મારા અનુભવો - ભાગ 26

  • 590
  • 1
  • 196

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 26શિર્ષક:- ધર્મપ્રચારલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…26. "ધર્મપ્રચાર"સતત ઉત્સાહ રહે તો સારું પણ કોઈ ઉત્સાહ ભંગ થવાય અને તેમાંથી વિષાદ જન્મે તોપણ તેમાંથી કોઈ ગીતાનું પ્રાગટ્ય થઈ શકે. કાર્યની અક્ષમતાથી આવનારી નિષ્ફળતા કરતાં વૈચારિક વિસંવાદથી થનારી વિષાદવૃત્તિનાં પરિણામ જુદાં હોય છે. વૈચારિક વિસંવાદિતામાં ચિંતનની જાગૃતિ હોય છે. જાગ્રત ચિંતન પ્રાચીન માન્યતાઓનું પુનિરીક્ષણ કર્યા કરતું હોય છે. આ પુનર્નિરીક્ષણ નવીન પ્રકાશ માટેની ભૂમિકા સર્જતું હોય છે. ધર્માંધ કે મતાંધ માણસો આવી ભૂમિકાથી વંચિત રહી જતા હોય છે. ચારે તરફ હજારો સૂર્યો પ્રકાશિત થઈ રહ્યા હોય પણ તેમના અંદર બખ્તરબંધ