એક સ્પષ્ટતા : તલાશ 3 માં પાછલા કેટલાક પ્રકરણોથી.જગપ્રસિદ્ધ મંદિર એવા શ્રીનાથદ્વારા પર એક હિન્દૂ શાસકે કરેલા હુમલો અને એના લૂંટાયેલા ખજાના ની વાત આવે છે. આમ તો મારી આ નોવેલ તલાશ 3(ફોર ધેટ મેટર, તલાશ અને તલાશ 2 પણ) કાલ્પનિક વાર્તા છે. છતાં તલાશ સિરીઝના પાત્રો (જીતુભા, એના મામા સૂરેન્દ્ર સિંહ, સુમો ડ્રાઈવર ગિરધારી, વગેરે) ઘટના કે તેમાં વર્ણવેલા પ્રસંગો (તલાશ 1 માં ડુમાર ચોકડીથી જીતુભા બસ પકડે છે ત્યાંથી ભરૂચ હાઇવે પરના ઢાબા કે મથુરામાં સરલાબહેન પરનો હુમલો, વિગેરે) સંપૂર્ણ કાલ્પનિક નથી જ. એ જ રીતે જગપ્રસિદ્ધ મંદિર એવા શ્રીનાથદ્વારા પર આજથી 223 વર્ષ પહેલાં યશવંત રાવ હોલ્કરે ધન સંપત્તિ મેળવવા