સોલમેટસ - 7

  • 1.1k
  • 686

અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અને અદિતિના ઘરમાંથી વિદાય લઇ રહ્યા હતા. બાર દિવસ સુધી માણસોની સતત અવરજવરના લીધે થોડું ઘર ભર્યું લાગતું હતું પણ આજે અદિતિના મમ્મી-પપ્પા માટે આ ઘર જાણે ખાવા દોડતું હતું. એમની એકની એક લાડલી દીકરી એમની વચ્ચે નથી એને આજે તેર દિવસ થઇ ગયા છતાં પણ આ બધું જાણે અત્યાર સુધી દિવાસ્વપ્ન જેવું જ લાગતું હતું. બધા મહેમાનોના ગયા પછી અદિતિના મમ્મી-પપ્પા અદિતિના રૂમમાં ગયા. આટલા દિવસોમાં પણ અદિતિના રૂમને એના મમ્મી-પપ્પાએ ખોલવા નહોતો દીધો કેમકે એમના માટે અદિતિનો રૂમ એટલે એમની અદિતિ સાથેની યાદો. આ તેર દિવસમાં રડી રડીને થાકેલી