છેલ્લા અડધા દાયકાથી આ ઓર્ગેનિક શબ્દ એટલો યુવાન થતો જાય છે કે સૌને એ શબ્દનું ઘેલું લાગતું જાય છે. બધા ના દિલ દિમાગમાં સ્થાન મેળવનાર ઓર્ગેનિક શબ્દનો મૂળ અર્થ વૈજ્ઞાનિક ભાષામાં તો સેન્દ્રીય ખાતર એવો થાય છે. પરંતુ આપણી ઓરીજનલ માતૃભાષામાં તો ઓર્ગેનિક એટલે શુદ્ધ, ભેળસેળ વગરનું, ચોખ્ખું એવો કરી શકાય. હવે વાત કરીએ ઉતરાયણની તો સૂર્ય જ્યારે ઉત્તરમાં આયણ એટલે કે પ્રવેશ કરે તે દિવસ એટલે ઉત્તરાયણ. સૂર્ય એટલે પ્રકાશનો સ્ત્રોત. સૂર્ય એટલે અટલ સત્ય. ઉત્તરાયણ નો બીજો અર્થ એ પણ કરી શકાય કે આપણા ઉત્તરમાં, આપણા પ્રત્યુતરમાં, આપણા કથનમાં સત્યનો પ્રવેશ, સમાવેશ હોવો. તો આપણી પોતાની વ્યાખ્યા પ્રમાણે