નિતુ - પ્રકરણ 73

 નિતુ : ૭૩(નવીન તુક્કા) નિતુની સેવામાં નવીને પોતાની ગાડી હાજર કરી. નવીન સાથે જવું કે નહિ એ એક ગાંઠ બાંધનારો પ્રશ્ન હતો અને વિચારવાના સમયનો અભાવ. તેને કરુણાની વાત યાદ આવી, "જો તું જવા જ માંગે છે તો પછી વિચારવાનો કોઈ અર્થ નથી અને જો નથી જવા માંગતી તો એ દિશામાં ભૂલથી પણ ના જોતી." પરંતુ બધી જ વિચારણાને અવગણીને તે નવીન સાથે જવા રાજી થઈ ગઈ. એક સ્માઈલ આપતી તે તેની ગાડીમાં બેસી ગઈ અને ગેટની બીજી બાજુએ ઉભેલી કરુણા આ દ્રશ્ય જોઈ રહી. રસ્તામાં કોઈ અન્ય વાત ના થઈ. પરંતુ નવીનની ખુશી મનોમન છલકાતી હતી. તેનો આત્મવિશ્વાસ પ્રતિક્ષણ પ્રબળતા