ભાગવત રહસ્ય- ૧૮૪ બલિરાજાએ ધન આપ્યું,મન આપ્યું પણ જ્યાં સુધી –પોતાનું તન આપ્યું નથી.- પોતાની જાતનું સમર્પણ કરતો નથી.- દાન આપ્યા પછી ભગવાનને નમતો નથી – ત્યાં સુધી તે ભગવાનને ગમતો નથી.બલિરાજ ને સૂક્ષ્મ અભિમાન હતું કે –હું દાન આપું છું.મન માં થોડી ઠસક હતી કે મેં બધું આપી દીધું છે. હું મોટો દાનવીર છું. સમર્પણ કર્યા પછી દૈન્યતા આવી નહિ. કરવાનું બધું વિધિપૂર્વક પણ માનવાનું કે મેં કાંઇ કર્યું નથી. ભગવાનને કહેવાનું-કે નાથ, “મંત્રહિનમ ,ક્રિયાહિનમ ભક્તિહિનમ જનાર્દન,” હું મંત્રરહિત છું,ક્રિયારહિત છું,ભક્તિરહિત છું.મારી કાંઇ ભૂલ થતી હોય તો ક્ષમા કરજો. અને મારા કર્મને પરિપૂર્ણ માનજો. સત્કર્મ કર્યા પછી