ભાગવત રહસ્ય-૧૮૩ ગીતાજીનો આરંભ-ધર્મ-શબ્દથી કર્યો છે.અને અંત –મમ-શબ્દથી કર્યો છે. આ બે શબ્દો ની મધ્યમાં ગીતા છે. મમ-એટલે મારું- મારુ શું ? તો મમ-ધર્મ-એટલે-મારો૮ એક માત્ર ધર્મ જ છે. અહીં ધર્મ એટલે સત્કર્મ- મારે હાથે જેટલું સત્કર્મ થયું એટલું જ મારું છે.શરીર પણ મારું નથી.અર્જુને ભગવાનને કહ્યું-હું તમારો છું-તમારી શરણે આવ્યો છું.તો તેને ભગવાને અપનાવવો પડ્યો.અને પ્રેમથી વશ થઇ - તેનો રથ હાંકવો પડ્યો. મનુષ્યમાં સમજ નથી કે મારુ શું છે? એટલે જ જગતમાં “મારા-મારી” થાય છે. દ્રવ્ય સિવાય બીજું સુખ છે કે નહિ તે મનુષ્ય જાણતો નથી. આત્માનંદ જેવી કોઈ વસ્તુ છે કે નહિ તે મનુષ્ય જાણતો નથી.